ગુજરાત સરકાર, ગૃહ વિભાગ તરફથી નાસતા ફરતા આરૉપીઓ પકડવા આપવામાં આપેલ ઝુંબેશ અનુસંધાને મહેસાણા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ અસરકારક કામગીરી કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ રાખવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. પો.સબ ઈન્સ.શ્રી એમ.ડી.ચંપાવત નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ કડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે કડી પો.સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૨૪૮/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(ર),૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઝાલા યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલો મહેન્દ્રસિંહ રહે.મેમદપુર તા.જોટાણા જી.મહેસાણા વાળાને આજરોજ તા.૧૮/૧૨/૨૦૧૮ ના રોજ આદુંદરા બસ સ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી કાયદેસર થવા સારૂ કડી પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
આમ, મહેસાણા એસ.ઓ.જી.ને વધુ એક નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં સફળતા મળેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



