રેલ્વેના કર્મચારીઓ ત્રણ દિવસની ભૂખ હડતાલ પર : સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા

0
116

ન્યુ દિલ્હી,
તા.૮/૫/૨૦૧૮

૧૧ મે સુધી ચાલશે હડતાલ

રેલવે કર્મચારીના યુનિયને સાતમા પગાર પંચની ભલામણ લાગૂ ન થવાથી અને પ્રાઇવેટાઇઝેશનના પ્રયાસો સામે આજથી દેશભરમાં ૭૨ કલાકની ક્રમિક ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. રેલવેએ એમ્પલોઇ યુનિયનની આ હડતાલથી ઘણી સેવાઓ પ્રભાવિત થઇ શકે છે.

ઓલ ઇન્ડયા રેલવે મેંસ ફેડરેશને (એઆઈઆરએફ) એક નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારના સંગઠનો, ગૃહ મંત્રી, નાંણામંત્રી, રેલવે મંત્રી અને રેલવે રાજ્ય મંત્રી સાથે ઘણી બેઠકો થઇ. પરંતુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહીં. હડતાલ ૧૧ મે સુધી સતત ૭૨ કલાકો ચાલશે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓની માંગ પર વિચાર કરવાના સંબંધમાં સરકાર સાથે ઘણીવાર ચર્ચા કરી છે. પરંતુ હજી સુધી કોઇ સાર્થક પરિણામ આવ્યું નથી. આ વાતને આશરે બે વર્ષનો સમય થઇ ગયો છે. એક નિવેદન પ્રમાણે કર્મચારીઓની માગમાં સાતમું પગાર પંચ લાગૂ થયા પછી વિસંગતીઓને દૂર કરવા, એનપીએસના દાયરામાં આવનારા દરેક કર્મચારીઓ માટે પેન્શનની ગેરંટી અને પારિવારિક પેન્શન પ્રાવધાન, નીજીકરણના પ્રયાસોને સમાપ્ત કરવા વગેરે શામેલ છે.

એઆઈઆરએફે ૧૩ અને ૧૪ માર્ચ, ૨૦૧૮ના રોજ થયેલી બેઠકમાં દેશભરમાં ફેડરેશન સાથે જાડાયેલ યુનિયનની શાખાઓમાં ત્રણ દિવસો સુધી ૨૪ કલાકની ક્રમિક ભૂખ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY