કેબિનેટમાં એક માત્ર મહિલાને સ્થાન અપાયુ,૧૮ ધારાસભ્ય પહેલીવાર મંત્રી બન્યા
જયપુર,તા.૨૪
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના કેબિનેટની રચના થઈ ચૂકી છે. સાથી પક્ષના એકમાત્ર ધારાસભ્ય, ભરતપુરના પૂર્વ મહારાજા અને એક ડઝનથી વધુ ધારાસભ્ય પ્રથમ વખત મંત્રી પદના શપથ લીધા છે. મંત્રી પદ માટે નામ નક્કી કરવામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. આમા જાતીય સમીકરણો અને સાથી પક્ષો પર નિશાન તાકવાનો વિશેષ રીતે પ્રયત્નો કરવામાં આવ્યો છે. અશોક ગહલોતના મુખ્યમંત્રી અને સચિન પાયલટના ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ બાદ એક અઠવાડિયા પછી આજે ૨૩ ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી છે.
કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ૯૯ બેઠકો પર જીત મેળવી હતી. અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળના એકમાત્ર ધારાસભ્ય સુભાષ ગર્ગના સમર્થનથી બહુમતી સુધી પહોંચી હતી. ગર્ગને કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાયશુમારીથી બનાવવામાં આવેલા મંત્રીમંડળમાં અનુભવી અને નવા ચહેરાઓ બંનેને સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક ભૂતપૂર્વ મંત્રીઓનો પણ સમાવેશ છે, પરંતુ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાને તેમાં સ્થાન નથી અપાયું.
અશોક ગહલોતના કેબિનેટ માટે નામ નક્કી કરવા દરમિયાન જાતીય સમીકરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગહલોતના કેબિનેટમાં દરેક સમુદાયના પ્રતિનિધિત્વને સામેલ કરવાનો પ્રયાસ કરાયો છે. આ ૨૩ નામોમાં બે રાજપુત, બે વૈશ્ય (વેપાર સમુદાયના સભ્યો), એક મુસ્લિમ, ચાર જાટ, ત્રણ એસટી, ચાર એસસી, ત્રણ ઓબીસી અને એક ગુજજર સમુદાયથી સંબંધિત છે. આશ્ચર્યની બાબત એ છે કે ગહલોતના ભૂતપૂર્વ કેબિનેટમાં વરિષ્ઠ મંત્રી સીપી જાશી, ભરત સિંહ અને ભૂતપૂર્વ સ્પીકર દિપેન્દ્ર સિંહને સ્થાન આપવામાં આવ્યું નથી.
નવા અને અનુભવી ચહેરાઓ
ગહલોતના કેબિનેટમાં અનુભવી અને નવા બંને ચહેરાઓ જાવા મળ્યા. જા કે, પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરાયા નથી. ૨૩માંથી ૧૮ ધારાસભ્યોને પ્રથમ વખત મંત્રી બનવાની તક આપવામાં આવી છે. કેબિનેટમાં માત્ર એકમાત્ર મહિલા મમતા ભુપેશને સામેલ કરાયા છે, જેમને રાજ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. ભરતપુરના પૂર્વ મહારાજા વિશ્વેન્દ્રસિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી છે.
આ છે કેબિનેટ મંત્રી
બી ડી કલ્લા, રઘુ શર્મા, શાંતિ ધારીવાલ, લાલચંદ્ર કટારિયા, પ્રમોદ જૈન ભાયા, પરસાદી લાલ મીના, વિશ્વેન્દ્ર સિંહ, હરીશ ચૌધરી, રમેશ ચંદ્ર મીના, ભંવર લાલ મેઘવાલ, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, ઉદય લાલ અંજાના અને સાલેહ મોહમ્મદ.
આ છે રાજ્ય મંત્રી
ગોવિંદ સિંહ ડોટાસરા, મમતા ભૂપેશ, અર્જુન સિંહ બામનિયા, ભંવર સિંહ ભાટી, સુખરામ વિશ્નોઈ, અશોક ચંદના, ટીકરામ જાલી, ભજનલાલ જાટવ, રાજેન્દ્ર સિંહ યાદવ અને આરએલડી કે સુભાષ ગર્ગ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




