કોઈ મારી આંગળી કાપી નાખશે તો જ મેલબર્નની ટેસ્ટમાં નહીં રમું : ફિન્ચ

0
15

મેલબોર્ન,તા.૨૪
બુધવારે ‘બાક્સિંગ ડે’ નિમિત્તે ભારત અને આૅસ્ટ્રેલિયા વચ્ચે અહીં શરૂ થનારી ચાર મૅચવાળી શ્રેણીની ત્રીજી ટેસ્ટ (સવારે ૫.૦૦ વાગ્યાથી લાઇવ)માં કોઈ ભોગે રમવાનો નિર્ધાર યજમાન ટીમના ઓપનર ઍરોન ફિન્ચે કર્યો છે. પર્થ ખાતેની તેને ગઈ મૅચમાં બૅટિંગ દરમિયાન મોહંમદ શમીના બાલમાં જમણા હાથની પહેલી આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી. તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘મારે ગમેએમ કરીને બાક્સિંગ ડેની ટેસ્ટમાં રમવું જ છે. હવે તો કોઈ મારી આ આંગળી કાપી નાખે તો જ નહીં રમું. બાકી તો હું એ મૅચ કિયારે શરૂ થાય એની રાહ જાઈ રહ્યો છું.’
ફિન્ચને ભૂતકાળમાં એ જ આંગળીમાં ઈજા થઈ હતી. વન-ડે તથા ટી-ટ્‌વેન્ટીના આ કૅપ્ટને કહ્યું કે ‘મને પર્થમાં આંગળી પર બાલ વાગ્યો ત્યારે મને જાણે એમ લાગ્યું કે મારી આંગળી ફાટી જ જશે. મને અગાઉ નેટ-પ્રૅકીટસ દરમિયાન મિચલ સ્ટાર્કના બાલમાં આ જ આંગળી પર ઈજા થઈ હતી.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY