હવે અમદાવાદીઓને મળશે શુદ્ધ હવા, ઠેર ઠેર શુદ્ધ હવાના મશીન લાગ્યા

0
15

અમદાવાદ,તા.૨૪
દિલ્હીની જેમ અમદાવાદ શહેરમાં પણ પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ રસ્તા અને પેટ્રોલ પંપ પર આઉટડોર ઍર પોલ્યુશન કન્ટ્રોલર મશીન મુકવાની શરૂઆત કરી દીધી છે. જે પ્રદુષિત હવા અંદર લઈ શુદ્ધ હવા લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. અત્યારે માનસી સર્કલ પાસે અને પીરાણા રોડ ઉપર મશીન મુકવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૧૧ને પાર જાય તેવી શક્્યતા છે. હવામાં ઝેરી રજકણોની માત્રા વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પિરાણા, બોપલ, રખિયાલ, ગોમતીપુર અને નવરંગપુરાના રહીશોને માસ્ક પહેરવા સૂચના આપી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત હવે પ્રદુષિત હવા મશીન દ્વારા જનરેટરમાં શુદ્ધ થઇ લોકો સુધી પહોંચશે. જેમાં વીજળીનું બિલ પણ સામાન્ય રહેશે અને અમુક કિલોમીટર સુધી લોકોને ધુમાડા મુક્ત હવા પણ મળી રહેશે.
બાળકો, વૃદ્ધો અને ટીબીના દર્દીઓને ઘરમાં જ રહેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સલાહ આપી છે. રખિયાલ અને ગોમતીપુર ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગોના ધુમાડાને લીધે હવાનુ પ્રદુષણ વધ્યું છે. તો પિરાણામાં આખાય અમદાવાદ શહેરનો કચરો ઠલવાઇ રહ્યો છે, જેના પગલે ડમ્પિંગ સાઇટનો ડુંગર થયો છે. અહીં ઢગલાબંધ કચરો સળગાવાતાં હવામાં ઝેરી રજકણોની માત્રા વધી જાય છે. અમદાવાદ શહેરમાં હવામાં ગુણવત્તા ચકાસવા દસેક સ્થળોએ ઍર ઇન્ડેક્સ ક્વોલિટી મશીનો મૂકવામાં આવ્યા છે. છેલ્લા ૨ દિવસથી હવામાં પ્રદુષણની માત્રા વધી છે. સામાન્ય રીતે ઍર કવોલિટી ઇન્ડેકસ ૨૦૦થી વધુ હોવો ન જાઇએ, પણ અમદાવાદમાં પિરાણા, બોપલ, ગોમતીપુર, રખિયાલ ઉપરાંત નવરંગપુરામાં ૩૦૦થી વધુ માત્રા વધી શકે છે. જે સ્વાસ્થ્ય માટે જાખમી સાબિત થઇ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY