મહાગઠબંધનની શક્યતાઓને મોટો આંચકો, મધ્ય પ્રદેશમાં બસપા એકલું ચૂંટણી લડશે

0
6

લખનૌ,તા.૨૪
ભાજપની વિરુદ્ધ મહાગઠબંધનની શક્યતાઓ પર મોટો આંચકો લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) એકલા ચૂંટણી લડશે. માયાવતીની પાર્ટી બીએસપીએ તમામ ૨૯ સીટો પર એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીએસપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામજી ગૌતમે પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકમાં તેની જાહેરાત કરી.
માયાવતીએ થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોઈની સાથે ગઠબંધન નહોતું કર્યું. છેલ્લા થોડાક સમયથી મહાગઠબંધનને લઈને પ્રયાસો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્ર એન. ચંદ્રબાબૂ નાયડૂએ મહાગઠબંધનની એક બેઠક દિલ્હીમાં બોલાવી હતી, પરંતુ તેમાં માયાવતી સામેલ નહોતા થયા.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૧૮માં બીએસપીને માત્ર બે સીટો પર જીત મળી હતી. ભિંડમાં સંજીવ સિંહ વધુ અંતરથી જીત્યા છે તો બીજી તરફ પથરિયામાં રામબાઈટ ગોવિંદસિંહ ૨૨૦૫ વોટની સરસાઈથી જીત્યા છે. આ વખતના બીએસપીનો વોટ શેર કરીએ તો રાજ્યની તમામ પાર્ટીઓમાં ચોથા નંબરે તેમને વોટ મળ્યા.
ઉલ્લેખનીય છે કે, એવા અહેવાલો આવી રહ્યા છે કે લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી મળીને લડશે. બંને પાર્ટીઓએ કોંગ્રેસને સાથ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ, અંદરોઅંદર ગઠબંધન હેઠળ બીએસપી ૩૮ અને એસપી ૩૭ અને આરએલડી ત્રણ સીટો પર ભાજપની વિરુદ્ધ મોરચો ખોલશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY