ત્રીજી ટેસ્ટમાં હું સદી કે બેવડી સદી ફટકારી શકુ છુંઃ રહાણે

0
11

મેલબોર્ન,તા.૨૪
ભારતના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તે પોતાની લય અને પલટવાર કરવાની માનસિકતા સાથે બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી નહીં પરંતુ બેવડી સદી ફટકારી શકે છે. રહાણેએ અત્યાર સુધી બે ટેસ્ટમાં બે અડધી સદીની મદદથી ૧૬૪ રન બનાવ્યા છે, પરંતુ ગત વર્ષે કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ સદ ફટકાર્યા બાદ ત્રણ આંકડાના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે.
૩૦ વર્ષના રહાણેએ કહ્યું, મને વિશ્વાસ છે કે, આ મેચમાં આમ થશે. હું જે રીતે બેટિંગ કરી રહ્યો છું, એડિલેડથી પર્થ સુધી, મારી પલટવાર કરવાની માનસિકતા હતી અને હું લયમાં બેટિંગ કરી રહ્યો હતો, લગભગ સદી કે બેવડી સદી ફટકારી શકુ છું. તેણે કહ્યું, મને લાગે છે કે, મારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ તે છે કે, હું આ વિશે ન વિચારૂ. મારે તે પ્રકારે બેટિંગ કરવી પડશે, જે રીતે હું કરી રહ્યો છું. હું સ્થિતિને સારી રીતે સમજી શકુ છું અને હું આ રીતે બેટિંગ કરીશ તો ટીમ માટે સારૂ રહેશે. વ્યક્તિગત સિદ્ધિઓ બાદમાં મેળવી શકાય છે.
રહાણેએ કહ્યું કે, જો વિદેશોમાં સતત જીત મેળવવી છે તો બેટિંગ યુનિટે બોલિંગ યુનિટને વધુ સહયોગ કરવાની જરૂર છે. ભારતે દક્ષિણ આફ્રિકામાં ૧-૨ અને ઈંગ્લેન્ડમાં આ વર્ષે ૧-૪થી પરાજયનો સામનો કરવો પડ્યો અને તેનું મુખ્ય કારણ બેટ્‌સમેનોનો સાતત્યપૂર્ણ દેખાવ રહ્યો હતો. ચાર મેચની આ સિરીઝ હાલમાં ૧-૧થી બરોબર ચાલી રહી છે. ભારતીય ટીમ પર્થમાં બીજી ઈનિંગમાં ૧૪૦ રન પર આઉટ થઈ ગઈ હતી અને તેને ૧૪૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY