ઓસ્કાર વિજેતા કેવિન સ્પાસી પર સેક્સ્યુઅલ અટેકનો આક્ષેપ

0
16

લોસ એન્જલ્સ,તા.૨૫
ઓસ્કાર વિજેતા અભિનેતા કેવિન સ્પાસી પર એક યુવક પર જાતીય હુમલાનો આક્ષેપ થયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
મેસેચ્યુએટ્‌સના નાન્ટુકેટ વિસ્તારના એટોર્નીએ જણાવ્યા મુજબ બે વર્ષ પહેલાંના આ કિસ્સામાં કેવિને અઢાર વર્ષના એક યુવક પર જાતીય હુમલો કર્યો હતો. આ હુમલાનો કેસ જાન્યુઆરીની સાતમીએ કોર્ટમાં નીકળવાનો છે જ્યારે કેવિને હાજરી આપવાની છે.
નાન્ટુકેટ વિસ્તારના કેપ એન્ડ આયલેન્ડ ડિસ્ટ્રીક્ટ એટોર્ની જનરલ મિખાઇલ ઓ’ંકીફીએ જણાવ્યા મુજબ કેવિન પર ઇનડિસ્ન્ટ એસોલ્ટનો સિંગલ આક્ષેપ છે. સાથોસાથ ૧૪ વર્ષના એક ટીનેજર સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનું કહેવાય છે.
કેવિને તરત આ આક્ષેપનો પ્રતિભાવ આપ્યો નહોતો પરંતુ એણે સોશ્યલ મિડિયા પર એક વિડિયો ક્લીપ મૂકીને પોતાના લાખ્ખો ચાહકોને પૂછ્યું હતું, સચોટ માહિતી અને નગ્ન સત્ય વિનાના આક્ષેપો તમે નહીં જ સ્વીકારો. બરાબર ને ? તો મારા વર્ઝનની વાટ જા જા પ્લીઝ…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY