રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વરમાં ટાયર પંચરની દુકાન બહાર સુતેલા વ્યક્તિને તીક્ષણ હથિયાર મારી માથામાં ગંભીર ઇજા કરી ફરાર થયેલા અજાણ્યા વ્યક્તિને ગણતરીના સમયમાં ગરુડેશ્વર પોલીસે પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અકતેશ્વરના મોહમંદ કસમુદિન શેખને તા.૨૨/૦૫/૨૦૧૯ ના રોજ વહેલી સવારના સમયે કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમય કારણોસર અલ્તાફ ટાયર પંચરની દુકાન બહાર ખાટલામાં સુતેલ હોય કુહાડિ જેવા હથીયાર થી માથામા મારી ગંભીર ઇજા કરી નાી ગયેલ આ ગુનો અજાણ્યા ઇસમ વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ આમ આ ગુનો અનડિટેક્ટ હતો.જેથી ગરુડેશ્વર પો.સ.ઇ.એમ.બી.વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો એ આ ગુનાની ઉંડાણ પુર્વક તપાસ કરતા તથા મોબાઇલ ની કોલ ડિટેઇલ મેળવી તપાસ કરતા તથા ગુનાવાળી જગ્યાની નજીકમાં આવેલ કિષ્ના કાઠિયાવાડી હોટલની બહાર લગાવેલ સી.સી.ટી.વી.કેમેરાની ફુટેજની તપાસ કરતા આ કેમેરાની ફુટેજ ગામના આગેવાન તેમજ સ્થાનિક લોકોને બતાવતા ગુનો કેરેલ વ્યક્તિની ઓળખ થયેલ જેમા ગુનો કરનાર ઇસમ નિલેશભાઇ ઉર્ફે દિવેલ શાંતીલાલ તડવી ઉ.વ.ર૨ રહે,અક્તેશ્વર પેટ્રોલ પંપ પાછળ નો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ વ્યક્તિ ગુનો કર્યા બાદ પોતાનું ઘર છોડી નાશી ગયેલ અને ત્યાર બાદ ગુનો કરનાર વ્યક્તિ નાશતો ફરતો ગરૂડેશ્વર બસ સ્ટેશન પાસે થી મળી આવતા પોલીસે પકડી પો.સ્ટે.માં લાવી તેની પુછપરછ કરતા તેણે ગુનો કરેલાની કબુલાત કરતા આ અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરાયો હતો.
આરોપીને અટક કરી પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે નિલેશ તડવી પાસે પંચર બનાવવાના પૈસા ન હોઇ જેથી ઉધાર બનાવી આપવા માટે મહોમદ શેખે ના કહેલી જેની અદાવત રાખી હુમલો કર્યો હતો .પોલીસે નિલેશ તડવીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





