મોદી-મનમોહનસિંહે વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી

0
6

ન્યુ દિલ્હી,તા.૨૫
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની મંગળવારે જયંતિ હતી. કેન્દ્ર સરકાર મોટા પાયે તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં દિબ્રૂગઢમાં સૌથી લાંબો રેલવે-રોડ બ્રિજ દેશને સમર્પિત કરશે. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી દેશના અલગ અલગ ભાગમાં સુશાસન દિવસ તરીકે અટલની જયંતિને ઉજવી રહી છે. રાજધાની દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મૃતિ સ્થળ પર વિશેષ કાર્યક્રમ કરી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
‘સદૈવ અટલ’ સ્મારક સ્થળ પર આયોજિત શ્રદ્ધાંજલિ સમારોહમાં પંકજ ઉધાસ દ્વારા ભજન ગાવામાં આવ્યા હતા. અટલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની પુત્રી નમિતા ભટ્ટાચાર્ય પણ પહોંચી હતી અને તેણે પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને કેબિનેટના ઘણા મંત્રીઓ પણ આ અવસર પર હાજર રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્‌વીટ કરી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ વીડિયોમાં અટલના ફોટા, તેમની વિશેષતા અને રાજકીય જીવનની વાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY