૪૧ કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકું : મેહુલ ચોક્સી

0
5

ન્યુ દિલ્હી,તા.૨૫
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં કહ્યું કે તે ફ્લાઇટમાં ૪૧ કલાકની મુસાફરી કરીને ભારત ન આવી શકે. તમને જણાવી દઇએ કે મેહુલ ચોક્સીને ભાગેડૂ નાણાકીય અપરાધી જાહેર કરવા માટે પ્રિવેંશન ઓફ મની લોંડ્રિંગ એક્ટ સ્પેશિયલ કોર્ટમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મેહુલ ચોક્સી દ્વારા પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતાં આ વાત કહી છે. મેહુલ ચોક્સીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ટરપોલ દ્વારા તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.
ઈડીની અરજીને રદ કરવાની માંગ કરતાં મેહુલ ચોક્સીએ ૩૪ પેજના જવાબમાં કહયું છે કે બાકી લેણું ચૂકવવા માટે તે પંજાબ નેશનલ બેંક સાથે પત્રાચારથી વાતચીત કરી રહ્યો છું. તેણે એ પણ કહ્યું કે કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે ઈડીએ જાણીજાઇને પીએનબી સાથે પત્રાચારથી થયેલી વાતચીતને રજૂ કરી નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર મેહુલ ચોક્સીએ સ્પેશિયલ જજ એમએસ આઝમી સમક્ષ સોમવારે વકીલ સંજય અબોટ અને રાહુલ અગ્રવાલ દ્વારા રજૂ કર્યો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY