સ્કૂલમાં સાત શિક્ષકો હોવા છતાં ક્લાસમાં બેસી રહેતા વિદ્યાર્થીઓ કોને ફરિયાદ કરે…?!

શૈક્ષણિક બીજું સત્ર શરૂ થયું છતાં કોઈ ભણાવતું નથી, વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ માટે ફળવાયેલું વાહન પણ અટવાતા પ્રેક્ટીકલો પણ બંધ
સરકારે સુવિધા સજ્જ બિલ્ડીંગ આપ્યું છે પણ અંધેર વહીવટના કારણે વિદ્યાર્થીનીઓ મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આ માટે પ્રિન્સિપાલ જવાબદાર કે સિવિલ સર્જન…? એ તપાસનો વિષય…જોકે સિવિલ સર્જન અને પ્રિન્સિપાલ બંને ઇન્ચાર્જ હોય જવાબદારી માંથી છટકતા હોવાની વાત
રાજપીપળા : નર્મદા જિલ્લાની નંગ સ્કૂલ નાંદોદ તાલુકાના જીતનગર ખાતે આવેલી છે. ગત 2016 માં 13 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધા સજ્જ બિલ્ડીંગ વિદ્યા્થીનીઓને ભણવા ાટે સરકારે આપ્યું છે, પણ કોઈ ભણાવતું નથી આજે ડોક્ટર પછી દર્દી માટે અગત્યની નર્સ હોય છે પણ જો તેમને જરૂરી ભણતર અને પ્રેક્ટિકલ ના કરાવવામાં આવે તો એ દર્દી માટે જોખમી પણ બને છે ત્યારે હાલ નર્મદાની નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓની હાલત એવી છે કે સાત સાત શિક્ષકો હોવા છતાં રૂમમાં બાળકો ફક્ત બેસી એકલા વાંચી ને તૈયારીઓ કરે છે પરંતુ જો મેનેજમેન્ટ યોગ્ય વ્યવસ્થા કરે તો તમામ વિદ્યાર્થીનીઓ નો અભ્યાસ ન બગડે શિક્ષકો પરંતુ આ સ્કૂલમાં એકદમ અંધેર વહીવટ ચાલતો હોય આજે ANM અને GNM ના કોર્ષ કરતા 100 જેટલા વિદ્યાર્થીનીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે. જેમાં ગંભીર બાબત તો એ છેકે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની તો સોમવારથી પરીક્ષાઓ પણ શરૂ થાય છે. અને એમને જરૂરી ભણતર મળ્યું નથી ત્યારે કેવી રીતે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમનું શું પરિણામ આવશે માટે એના માટે જવાબદાર સામે કડક પગલાં લેવા જરૂરી છે.
જયારે બીજાં વર્ષના ANM અને GNM ના વિદ્યાર્થીઓ તો છેલ્લા 3 મહિનાથી શિક્ષકની રાહ જોઈને બેઠા છે પણ નથી આચાર્યને તેમની પડી કે નથી લાગતા વળગતા અધિકારીઓને પડી ત્યારે જાણવા મળ્યા મુજબ સિવિલ સર્જનની સમગ્ર જવાદારી છે તો કેમ એ આ બાબતે પગલાં લેતા નથી આ બાળોનું ભવિષ્ય બગાડવા માટે કોણ જવાબદાર છે …? જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારી સહિતના આ સ્કૂલ ની મુલાકાત લઈ સમસ્યાનું નિરાકરણ લાવશે..?
બોક્ષ : અમે નિષ્ફળ નર્સો કહેવાઈશું
નવા બિલ્ડીંગ સાથે અમારા તમામ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને એક આશા હતી કે સુવિધા સાથે શિક્ષણ પણ સુધરશે પણ અહીંા તો પહેા વર્ષ કરતા પણ ખરાબ હાલત છે આજે ત્રણ ચાર મહિના થયા અમે એક પણ ચેપટર નથી ભણ્યા કે નથી પ્રેક્ટિકલ ભણ્યા બીજું વર્ષ ખુબ અગત્યનું હોય છે, પણ શિક્ષકો નથી આવતા અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરતા નથી અમને અમારું ભાવિ અંધકાર મય લાગે છે કે વાર્ષિક પરીક્ષા માં અમે પાસ થઈશુ કે કેમ એ પ્રશ્ન છે અમને એવું લાગે છે કે અમે નિષ્ફળ નર્સો કહેવાઈશું >>>સોનલ પટેલીયા (વિધાર્થીની 2nd વર્ષ)
બોક્ષ: સ્કૂલના પ્રિન્સિપાલની વાત કંઈક અલગજ છે ત્યારે સાચું કોણ..?
નર્સિંગ સ્કૂલમાં હાલ બે વર્ષના મળી 100 જેટલા સ્ટુડન્ટ છે, જેના હિસાબે 10 શિક્ષકની જરૂર પડે છે, પણ એની સામે હાલ બે અને હું આમ ત્રણ શિક્ષકો છે જે ડેપ્યુટેશનમાં શિક્ષકો મુકાય છે તે ઉઠાવી લેવામાં આવે છે સિવિલની નર્સોને મુકવામાં આવે છે જેને પણ ફરી પરત બોલાવી લેવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓને મુશ્કેલી છે પ્રેક્ટિકલ માટે ગાડી નથી આપતા પહેલા અપાયેલી ગાડીમાં ઘેટાં બકરાની જેમ ભરી ભરી ચાર ફેરા મારતા હતા. પણ હાલ તે પણ નથી અને શિક્ષકો તેમજ વાહન માટે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી થાકી ગયા છે છતાં કોઈ વાત સાંભળતું નથી >>>>રસિક નાઈ -ઇન્ચાર્જ આચાર્ય નર્સિંગ સ્કૂલ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





