નંગ પહેરવાથી માતાજી પ્રસન્ન થશે એટલે રૂપિયા ડબલ થઈ જશે તેવી વાતમાં વેપારી ભોળવાયો
સુરત, તા. ૮
રૂપિયા ડબલ કરવાની લહાયમાં પાસોદરા ગામના ગામના વેપારીએ રૂપિયા ૫૦ હજાર ગુમાવ્યા હતા. ચાર જણાં વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાસોદરા ગામ સૌરાષ્ટ્ર રો હાઉસમાં રહેતા વેપારી મિલન ભગુભાઈ કથીરિયાએ આરોપી હિરા કાળાભાઈ બોરીચા (રહે. ગારિયાધાર ભાવનગર) જીજ્ઞેશ, રૂસ્તમ, મહેબુબની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને વિશ્વાસ આપી નંગ પહેરવાથી માતાજી પ્રસન્ન થશે અને રૂપિયા ડબલ થઈ જવાનો ભરોસો આપી રૂપિયા ૫૦,૦૦૦ લઈ ગયા હતા. ફરિયાદીએ છેતાર્યાનો અનુભવ થતા કામરેજ પોલીસ સ્ટેશને ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



