28 વર્ષ થી નાસતો ફરતો આરોપી નેત્રંગા ગુંદિયા ગામે મજૂરોના પડાવમાં રહેતો હતો જ્યાંથી પોલીસે દબોચી લીધો
રાજપીપળા : સાગબારા પોલીસ હાલ ચેકીંગમાં વ્યસ્ત છે ત્યારે પોલીસને બાતમી મળેલ કે વોન્ટેડ આરોપી અહીંયા છુપાયો છે જેથી પોલીસે 28 વર્ષ થી નાસતા ફરતા આરોપીને નેત્રંગના ગુંદિયા ગામે મજૂરોના પડાવમાંથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરનાઓ તરફથી ડીસેમ્બર માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલ સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે સુચના આપી હતી જેના આધારે સાગબારા પો.સ્ટે. ખાતે 1990 માં નોંધાયેલ ગુનાનો આરોપી માંગતા સીંધિયા વળવી રહે. અંબારીબાર ગામ, તા. અકકલકુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નો છેલ્લાા 28 વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી નેત્રંગ તાલુકાના ગુંદિયા ગામે આવેલ મજુરોના પડાવમાં રહેતો હોવાની બાતમી બાદ સાગબારા પો.સ.ઇ વાય.એસ.શિરસાઠે તેમની ટિમ સાથે વોચ ગોઠવી આરોપી માંગતાભાઇ સીંધિયાભાઇ વળવીને પકડી વધુ તપાસ હાથ ધરી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





