૨૦૧૪થી ૨૦૧૬ સુધી માનવ તસ્કરીમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધી

0
26

મેનકા ગાંધીએ ગૃહમાં જણાવ્યુ
ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્રીય ગૃહ મંત્રીના અંતર્ગત કામ કરનારી રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)ના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૬ સુધીમાં માનવ તસ્કરીના ભોગ બનેલી મહિલાઓ અને બાળકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી(સપા)ના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરના પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ જાણકારી આપી છે.
મેનકા ગાંધીએ ગૃહમાં જણાવ્યું હતું કે, એનસીઆરબી દ્વારા એકઠી કરાયેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ના સમયગાળામાં કુલ ૨૨,૧૬૭ બાળકો માનવ તસ્કરીના ભોગ બન્યા છે. તેમણે પ્રત્યેક વર્ષની માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૪માં ૫,૯૮૫ અને ૨૦૧૫માં ૭,૧૪૮ બાળકો માનવ તસ્કરીના ભોગ બન્યા હતા જાકે વર્ષ ૨૦૧૬માં આ આંક ૯,૦૩૪ સુધી પહોચી ગયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ૧૩,૮૩૪ મહિલાઓ માનવ તસ્કરીનો ભોગ બની છે. વર્ષ ૨૦૧૪માં ૩૮૪૩ અને વર્ષ ૨૦૧૫માં ૪૭૫૨ મહિલાઓની માનવ તસ્કરી થઇ હતી જ્યારે વર્ષ ૨૦૧૬ માં આ આંક ૫૨૩૯ સુધી પહોંચી ગયો છે. મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતના બંધારણની ૭મી સૂચી હેઠળ પોલીસ અને જાહેર વ્યવસ્થા રાજ્યનો વિષય છે. તેથી ગેરકાયદે માનવ વેપારના ગુનાને રોક લગાવવાનું કામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે છે
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ૨૦૧૬-૧૭માં બાળકોની દેખભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહેલા બાળકોની સંખ્યા લગભગ ૪.૭૩ લાખ હતી જ્યારે આ વર્ષે માર્ચમાં જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ સંખ્યા ૨.૬૧ લાખ થઇ ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY