કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી નવુ વર્ષ ઉજવવા સિંગાપુર જશે

0
10

નવી સરકાર બન્યા બાદ ૩૭૭ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છેઃ ભાજપ
બેંગ્લુરુ,તા.૩૦
કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં મુખ્યમંત્રી કુમારસ્વામીને ભાજપે એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર ગણાવીને આક્ષેપ કર્યો છે કે જા આ નામની ફિલ્મ બને તો એક્સિડેન્ટલ સીએમનો રોલ કુમારસ્વામીને આપવો જોઈએ.
ભાજપે ટ્વિટ કરીને કહ્યું હતુ કે જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી ૩૭૭ ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે.ખેડૂતોનુ દેવુ માફ થયુ નથી. ૧૫૬ તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે અને આપણા કહેવાતા ધરતીપુત્ર કુમારસ્વામી નવા વર્ષનુ સેલિબ્રેશન કરવા માટે સિંગાપુર જઈ રહ્યા છે.
સીએમઓના સૂત્રોનુ કહેવુ છે કે કુમારસ્વામી કેટલાય વર્ષથી પરિવાર સાથે નવુ વર્ષ ઉજવે છે.મુખ્યમંત્રી એવા સમયે વિદેશ યાત્રા કરી રહ્યા છે જ્યારે સાથી પક્ષ કોંગ્રેસ સામે તેમની પોતાની જ પાર્ટીમાં અસંતોષ ઉભરી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY