ક્રિસમસના અવસરે શખ્સે પરિવારને ગિફ્ટના રૂપમાં ડીએનએ ટેસ્ટ કિટ આપી..!!

0
8

ન્યુ દિલ્હી,તા.૩૦
એક શખ્સે ક્રિસમસના અવસરે આખા પરિવાર માટે અજીબોગરીબ ગિફ્ટ ઓર્ડર કરી હતી. એક વેબસાઇટ પર વાયરલ થયેલી કહાની પ્રમાણે, શખ્સે પરિવારના ૬ સભ્યોને સરપ્રાઇઝ ગિફ્ટના રૂપમાં ડીએનએ ટેસ્ટ કિટ આપી હતી.
વ્યકિતએ પોતાનું નામ બતાવ્યા વગર લખ્યું- ડીએનએ કિટનો સેલ ચાલી રહ્યો હતો અને મેં વિચાર્યું કે આ એક શાનદાર ગિફ્ટ સાબિત થશે. એટલા માટે મેં મારા માતા-પિતા અને ૨ બહેનો માટે આ કીટ ખરીદી હતી.
જેવું પરિવારના લોકોએ ગિફ્ટ ખોલી, માતા પરેશાન થઇ ગઇ હતી. માતા કહેવા લાગી કે તેમાં ખતરનાક કેમિકલ છે અને એટલા માટે ટેસ્ટ ના કરવો જાઇએ. બાદમાં સમજાયા પછી તેમણે કહ્યું કે, એક જ બાળકનો ટેસ્ટ કરવો જાઇએ, કારણ કે તમામનું પરિણામ એક જ આવશે.
પરંતુ ત્યારબાદ પેરેન્ટ્‌સની વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને બાળકો તે સમજાવવાની કોશિશ કરતા રહ્યા કે અમારા પિતા કોઇ બીજા છે. ત્યારબાદ પેરેન્ટ્‌સે તેમણે જણાવ્યું કે, તારી બહેનના પિતાનું મોત જન્મના થોડાક જ દિવસ બાદ થયું હતું. માતાના એક મિત્રએ તે દરમિયાન તેનો ખ્યાલ રાખ્યો અને બન્ને પ્રેમમાં પડી ગયા હતા.
પેરેન્ટ્‌સ માટે તે બતાવવું ઘણું મુશ્કેલ હતું, એટલા માટે તેમણે તેમના સંતાનોને આ વાત જણાવી નહોતી. શખ્સે લખ્યું કે ગત રાત્રે માતા ઘણી મજબૂત હતી અને તેમણે આખી કહાની અમને સંભળાવી હતી. ત્યારબાદ શખ્સે કહ્યું કે, કહાની સાંભવીને ભાઇ-બહેન એક બીજાની ઘણે નજીક આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY