કેવડિયા,તા.૧
કેવડિયા ખાતે ૩૧ ડિસેમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવ્યું હતું. જાકે પ્રવાસીઓએ ૩૧જંની રાત્રે ટેન્ટ સિટી ખાતે ન્યૂ યરની ઉજવણી કરી હતી.
૩૧ ડિસેમ્બર ઉજવણી માટે પ્રવાસીઓએ ટેન્ટ સિટીનું અગાઉથી જ ઓનલાઈન બુકિંગ કરાવી રાખ્યું હતું. જેથી ટેન્ટ સિટી પરના ૨૫૦ ટેન્ટ પ્રવાસીઓથી ફૂલ થઇ ગયા હતા. પ્રવાસીઓ ૩૧
ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગ્યા સુધી ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. અને નવા વર્ષના વધામણા કર્યા હતા.
૩૧ ડિસેમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાના કારણે પ્રવાસીઓ નિરાશ થયા હતા. પરંતુ સાતપુડાની ગિરીમાળાના જંગલોમાં કુદરતી સૌંદર્ય વચ્ચે પ્રવાસીઓએ પોતાના પરિવાર સાથે નવા વર્ષનો આનંદ માણ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



