રાજપીપલા શહેરમાં પોલિયોની રસીનો બીજો તબક્કો પુરો : એસ.ટી. ડેપો જેવા જાહેર સ્થળો પર સારી શરૂઆત

0
93

રાજપીપલા :

સમગ્ર ગુજરાત ની સાથે વર્ષ માં બે વખત પોલિયો નો કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે રાજપીપલા ખાતે આજે તેનો બીજો રોઉન્ડ શરૂ થયો જેમાં શહેરમાં 18 બુથો છે અને નર્મદા જિલ્લા માં 350 થી વધુ બુથો સાથે એસ.ટી.ડેપો, કાલાઘોડા બસ સ્ટેન્ડ, જકાતનાકા, હરસિધ્ધિ માતા મંદિર જેવા જાહેર સ્થળો પર પણ બુથો ખુલ્લા મુકાયા છે સાથે સાથે કન્સ્ટ્રક્સન સાઈડો પર બહારથી કામ કરવા આવતા મજૂરોના પરિવારના બાળકો માટે પણ ખાસ મોબાઈલ વાન દ્વારા પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી આ કામગીરી ખરેખર સરકારની ગાઈડલાઈન મુજબ એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહે તેને સાકાર કરતી જણાય રહી છે.

રિપોર્ટર:ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY