તા.૯’મીએ સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

0
9

અડાજણમાં દેશ-વિદેશના ૭૭ પતંગબાજા અવનવા કરતબો બતાવશે
સુરત, તા.૨

સુરતની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે સૂરતના આંગણે તા.૯મી જાન્યુઆરીના રોજ અડાજણના સરિતા સાગર સંકુલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશવિદેશના ૭૭ બાહોશ પતંગબાજો અવનવી અને રંગબેરંગી પતંગો ઉડાવી આકાશને રંગબેરંગી બનાવી દેશે. પતંગ મહોત્સવને સુરતની જનતા પણ માણી શકે તે હેતુથી સુચારૂ આયોજન અર્થે કલેકટર કચેરીમાં સિટી પ્રાંત અધિકારીશ્રી પી.આર.જાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શ્રી પી.આર.જાનીએ જણાવ્યું હતું કે, સુરતમાં આગામી ૯મીએ ૩૦ દેશોના ૪૭ અને ભારતના વિવિધ રાજ્યોના ૩૦ પતંગબાજો પોતાના અવનવા કરતબો દર્શાવી સુરતીઓનું મનોરંજન કરશે. વિદેશી પતંગબાજો આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી પરિચિત થાય તેમજ તેમનું ભવ્ય સ્વાગત ભારતીય આતિથ્યભાવની પરંપરાથી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં વિવિધ શાળાઓના બાળકો, દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્ટોલ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, આમંત્રણ પત્રિકા સહિતની વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તે માટે સંબંધિત વિભાગોને સંકલનમાં રહી આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં પ્રવાસન વિભાગના ટુરિસ્ટ ઓફિસરશ્રી દિનેશભાઈ પટેલ, પોલિસ વિભાગ, મહાનગરપાલિકા, ડી,જી,વી,સી,એલ. સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY