બાળક સાથે અશ્લીલ કૃત્ય કરનાર અજય શાહને શોધતી પોલીસ
સુરત, તા. ૨
બારડોલીમાં સગીર વયના કિશોરને એક વ્યકિત હાથ પકડીને રિનોવેશન થતાં એક બાંધકામના પહેલા માળે લઈ જઈ આ વ્યકિતને કિશોરનું પેન્ટ-ચડ્ડી ઉતારી આ કિશોરનું લિંગ મોઢામાં લઈ ઈજા પહોંચાડી હોવાની ઘટનાની ફરિયાદ બારડોલી પોલીસ મથકે નોંધાઈ હતી. પોતાના પૌત્ર સાથે બનેલી આ ઘટના સંદર્ભ દાદાની ફરિયાદના આધારેબારડોલી પોલીસે પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ સેક્સયુઅલ ઓફેન્સ એકટ સહિતની કલમ અન્વયે ગુનો દાખલ કર્યો હતો.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તા. ૩૧/૧૨/૧૮ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે આરોપી અજય રતિલાલભાઈ શાહ ફરિયાદીના પૌત્રને રાજેન્દ્ર નગરની સામેથી હાથ પકડીને જયંતિભાઈ પટેલના બંધાતા નવા મકાનના પહેલા માળે લઈ ગયો હતો. જ્યાં આ કિશોરનું પેન્ટ અને ચડ્ડી ઉતારી આરોપીઓ લીંગ પકડી જાર-જારથી હલાવી અશ્લીલ હરકત કરી લિંગ મોઢામાં લઈ જો પહોંચાડી હતી. આ ઘટનાની જાણ પૌત્રે દાદાને કરતાં દાદાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઈન્સ્પે. એન.એસ. ચૌહાણ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




