ભરૂચ:
ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા બીજા અન્ય બ્રિજની કામગીરી ના લીધે આજ રોજથી ભરૂચ જિલ્લા મેજીસ્ટેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ગોલ્ડન બ્રિજ પરથી ખાલી ટુ વિલ જ પસાર થઈ શકશે જેના લીધે જય ભારત રીક્ષા એસોસિએશન આ અંગે ભરૂચ સમહર્તાને આવેદનપત્ર પાઠવી રીક્ષા ચાલુ કરવા અંગે રજૂઆતો પણ કરી હતી.પરંતુ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતાં જય ભારત રીક્ષા એસોસિએશનના પ્રમુખ અબ્બાસ રોશન પેઈન્ટર અને સભ્યો દ્રારા ગોલ્ડન બ્રિજની વચ્ચે બેસી ચક્કા જામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.જે અંગેની ભરૂચ સી ડીવિઝન પોલીસ મથકે જાણ કરાતા અને તેજ સમયે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક આવી પહોંચતા અધિકારીઓએ હસ્તક્ષેપ કરી તાત્કાલિક રીક્ષા ચાલકોને રસ્તા પરથી ઉભા કરી ટ્રાફિકને ચાલુ કરાવ્યો હતો.જોકે રીક્ષા ચાલકોઓ અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો હજુ વધુ આશ્ચર્ય કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





