નેત્રંગ પંચાલ સમાજ દ્વારા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છુટા હાથની મારામારીના કારણે મામલતદારને આવેદન

0
403

– નેત્રંગ તાલુકા લુહાર-પંચાલ સમાજના આગેવાનોએ ધારાસભ્ય જગદીશ પંચાલ ઉપર હુમલો થતાં મામલતદારને આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત વિધાનસભામાં લોકશાહીના લીરે લીરા તેમજ ગુજરાતની અસ્મિતાનું ચીરહરણ થવા પામ્યું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ પ્રતાપ દુધાત ધ્વારા ગૃહની અંદર માઇક તોડીને અમદાવાદના નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને ફટકાવામાં આવ્યુ હતું, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર તેમજ ભાજપના ધારાસભ્ય વચ્ચે રીતસર છુટા હાથની મારામારી થવા પામી હતી, જેમાં ગૃહની અંદર જ અમરીશ ડેર ધ્વારા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અમરીષ ડેર ગૃહની અંદર જગદીશ પંચાલ તરફ આગળ વધ્યા કે તુરંત જ તેમને નીચે પાડી ફલોર પર પાડી દઇને ભાજપના ૧૦ થી ૧૨ જેટલા સભ્યો ધ્વારા લાતો મારીને માર મારવામાં આવ્યો હતો, આ ઉપરાંત ગૃહની બહાર લોન્જની અંદર પણ સુરતના ભાજપના ધારાસભ્ય હષઁ સંઘવી તેમજ બળદેવજી ઠાકોર વચ્ચે પણ મારામારી થવા પામી હતી, જ્યારે અમદાલાદાના નિકોલના ભાજપના જગદીશ પંચાલ ઉપર હુમલાના પડઘા નેત્રંગ તાલુકામાં પડ્યા પણ હતા,
જેમાં લુહાર-પંચાલ સમાજના આગેવાનોએ નેત્રંગ મામલતદાર બી.કે.તડવીને સંબોધીને આવેદનપત્ર આપ્ય હતુ, જેમાં લુહાર-પંચાલ સમાજના ધારાસભ્ય જગદીશ પંચાલને માઇકથી હીચકાતી ભયૉ હુમલાને સમસ્ત લુહાર-પંચાલ સમાજના આગેવાનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કયૉ હતો, જેથી પ્રસંગે ખુબ જ મોટી સંખ્યામાં લુહાર-પંચાલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટર: દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY