રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર : તા. ૨૫મી વધુ સુનાવણી કરાશે

0
21

હાર્દિક પટેલ કોર્ટમાં ઉપસ્થિત થતા ચાંપતો પોલીસ બંદોબસ્ત
સુરત, તા. ૪
મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે પોલીસ બેફામ નિવેદનો કરવા બદલ હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓ ઈન્સાફી કાર્યવાહી સુરતની મુખ્ય કોર્ટમાં ચાલી રહી છે. ત્યારે આજરોજ હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્ના હતો. એવું બચાવï પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું. દરમિયાન અદાલતે આજે વધુ સુનાવણી માટે તા. ૨૫ïમી જાન્યુઆરીની મુદ્દત ઠરાવી હતી.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન મોટા વરાછા ક્રિષ્ણા રેસિડેન્સી ખાતે વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને તયાં જઈને પાસના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલે પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. આ ગુનામાં ડીસીપી મકરંદ ચૌહાણે જે તે વખતે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહનો ગુનો દાખલ કરી આ ગુનાની તપાસ કરી રહેલા ડીસીબી પૂર્વ પીઆઈ જે.એચ. દહીયાએ તબક્કાવાર હાર્દિક પટેલ, ચિરાગ તથા વિપુલ દેસાઈની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. હાલમાં ત્રણેય આરોપીઓ જામીન મુકત છે. ડીસીબીએ ત્રણેય આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જ ફ્રેમ કરાયા બાદ તેની સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજ સવારે હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. જાકે, કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીïસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY