વડાપ્રધાને મણિપુર-આસામમાં ચૂંટણી સભાને સંબોધિત કરી
વચેટિયાની પુછપરછથી ડરી ગઈ છે કોંગ્રેસ,પહેલી સરકારોના અટકેલા,લટકેલા અને ભટકેલા પ્રોજેક્ટ્સ અમે પૂરા કરી રહ્યા છીએ
સિલચર/મણિપુર,તા.૪
વડાપ્રધાન મોદીએ શુક્રવારે આસામનાં સિલચરમાં રેલીને સંબોધતા સરકારનાં કાર્યોને ગણાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. આ રેલીમાં તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે, National Register of Citizens of India (NRC)નાં લિસ્ટમાંથી એક પણ ભારતીય નાગરિક બાકાત નહિ રહે. વડાપ્રધાનની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પીએમ મોદીએ રેલીને સંબોધતા કહ્યું કે, અહીની વિવિધતાએ દેશ માટે ઘણુ યોગદાન આપ્યું છે.
જનસભા સંબોધતા મોદીએ કહ્યું, નેશનલ રજીસ્ટ્રર ઓફ સિટીઝન ઓફ ઈન્ડિયા (NRC)ની પ્રક્રિયા દરમિયાન આસામનાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેનો અહેસાસ મને છે. હું આસામનાં લોકોને વિશ્વાસ અપાવવા આવ્યો છું કે NRCમાંથી એક પણ ભારતીય નાગિરક બાકાત નહિ રહે. સોનોવાલ સરકાર તમામ પડકારો છતા NRCનાં કામમાં લાગી ગઈ છે. NRCની પ્રક્રિયાને સરળ કરવા માટે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરી હતી.
આ રેલીમાં BJPનું આસામમાં કોઈ અસ્તિત્વ ન હોવા છતા અહીનાં લોકોએ BJP અને સહયોગી પાર્ટીઓને જે સમર્થન આપ્યુ હતુ તેનો વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો. ભાજપની સરકાર આવ્યા પછી વડાપ્રધાન તરીકે હુ અહીં ૧૬ વખત આવી ચૂક્યો છું. આટલી વખત તો આસામમાંથી બનેલા વડાપ્રધાને પણ મુલાકાત લીધી નહિ હોય.
૨૦૧૯ લોકસભા ચૂંટણીનાં પ્રચાર અભિયાનની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરથી શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમ્ફાલમાં જણાવ્યું કે, મણિપુરને જે નોર્થ ઇસ્ટને નેતાજીએ ભારતની આઝાદીનો ગેટવે ગણાવ્યો હતો
તેને હવે ન્યૂ ઇન્ડીયાની વિકાસ ગાથાનો દ્વાર બનાવવામાં અમે જાડાયાં છીએ. જ્યાંથી દેશને આઝાદીની રોશની દેખાઇ હતી. ત્યાંથી નવા ભારતની સશક્ત તસ્વીર આપ તમામની આંખોમાં સ્પષ્ટ દેખાઇ રહેલ છે.
આ સાથે જ તેઓએ ધનમંજૂરી વિશ્વવિદ્યાલયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાડાયેલ પ્રોજેક્ટ, રાજકીય એન્જીનિયરિંગ કોલેજ સાથે જાડાયેલ પ્રોજેક્ટ જેવી સુવિધાઓને યુવાઓને આપવાની જાહેરાત કરી.
આ સાથે જ જનતાને સંબોધિત કરતા મોદીએ કોંગ્રેસ પર બરાબર નિશાન સાધ્યું. તેઓએ જણાવ્યું કે, આપ તમામ સાક્ષી રહો કે નોર્થ-ઇસ્ટની સાથે વીતેલ દશકાઓમાં પહેલાંની સરકારે શું કર્યું. તેઓનાં વર્તનથી દિલ્હીને પોતાનાંથી દૂર કર્યું હતું.
પહેલી વાર અટલજીની સરકારનાં સમયે, દેશનાં આ મહત્વનાં ક્ષેત્રને વિકાસનાં રસ્તા પર લઇ જવાની પહેલ થઇ હતી. અમે દિલ્હીને આપનાં દરવાજા સુધી લઇ આવ્યાં છીએ.
મોદીએ જણાવ્યું કે, હું ખુદ સાડા ચાર વર્ષમાં અંદાજે ૩૦ વખત નોર્થ ઇસ્ટ આવી ચૂકેલ છું. આપની સાથે મુલાકાત કરું છું, વાતો કરું છું તો એક અલગ જ સુખ મળે છે તેમજ અનુભવ પણ મળે છે. મને ઓફિસરો જાડેથી રિપોર્ટ ન હોતો માંગવો પડતો, મને ડાયરેક્ટ આપ લોકોની પાસેથી જ મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





