ત્રીજા દિવસે પણ સમગ્ર ગુજરાતમાં નવસારી જિલ્લામાં સૌથી નીચું ૭ ડિગ્રી તાપમાન

0
8

વલસાડમાં ૯.૬ અને સુરતમાં લઘુત્તમ ૧૨ ડિગ્રી તાપમાન નોધાયું
સુરત, તા. ૪
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઠંડીનો ચમકારો યથાવત રહ્ના છે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નવસારી આજે પણ ૭ ડિગ્રી નોધાઈ છે. આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડી હજી વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે નોîધાયેલ વિગત અનુસાર શહેરનું અધિકત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૨.૪ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮.૩ મીલીબાર નોધાયું છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં એકïથી દોઢ ડિગ્રીનો ઘટાડો નોધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૭.૨ ડિગ્રી નોîધાયું છે. સમગ્ર રાજ્યમાં સતત ૩ દિવસથી સૌથી વધુ ઠંડી નવસારીમાં નોîધાઈ રહી છે. આજે વલસાડ ખાતે ન્યુનત્તમ તાપમાન ૯.૬ ડિગ્રી નોîધાયું છે. જે ગતરોજની સરખામણીએ યથાવત છે. આગામી બે ત્રણ દિવસ વધુ ઠંડીથી શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લામાં સૌથી નીચુ ૭ ડિગ્રી તાપમાન નોîધાઈ રહ્નાં છે. આ સાથે જ વલસાડમાં પણ ઠંડીનું પ્રમાણ વધીને આજે લઘુત્તમ તાપમાન નોîધાવા સાથે ઠંડીના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમા઼ વધારો થાય તેવી પણ શક્યતા વ્યકત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY