બોક્સ ઓફિસ પર ‘સિમ્બા’એ ધૂમ મચાવી, ૭ દિવસમાં ૧૫૦ કરોડની કમાણી

0
285

મુંબઈ,તા.૪
સિમ્બાએ ભારતમાં ૧૫૦ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. વિદેશોમાં પણ આ ફિલ્મે પહેલા સાત દિવસમાં પચાસ કરોડથી વધારેની કમાણી કરી છે. જો ફિલ્મના પહેલા અઠવાડિયાને જાઇએ તો તેમાં ઘણા કીર્તિમાન રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આ ફિલ્મ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઇ હતી. ફિલ્મની કમાણીને લઇને જે રીતે અનુમાન લગાવવામાં આવ્યા હતા, મૂવી તેનાથી પણ આગળ નીકળતી દેખાઇ રહી છે. આ ફિલ્મ ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં પણ ઘણી સારી કમાણી કરી રહી છે.
પદ્માવત, સંજૂ અને ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ૨.૦ના નામે નોંધાયેલા એક ખાસ રેકોર્ડમાં સિમ્બાનું નામ જાડાઇ ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરળ આદર્શે કોમ સ્કોરના હવાલાથી જાણકારી આપી છે કે સિમ્બા એવી ભારતીય ફિલ્મ છે, જેણે અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયામાં ૧ મિલિયન ડોલરથી વધારે (લગભગ ૫.૦૧ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અમેરિકા, કેનેડા, યૂએઇ, બીજા ખાદી દેશોમાં ફિલ્મ લગભગ ૫૫.૦૬ કરોડથી વધારે કમાઇ ચૂકી છે. તરણ આદર્શના મતે, ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ ઓવરસીઝ માર્કેટમાં ૬૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી શકે છે.
સિમ્બા, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આઠમી ફિલ્મ છે જેણે ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે શરૂઆતી ચાર દિવસમાંજ કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનીએ તો બોક્સ ઓફિસ પર આવું કારસ્તાન કરનાર રોહિત શેટ્ટી એકમાત્ર નિર્દેશક છે. હવે સિમ્બા કમાણીના મામલે રોહિતની બીજી સક્સેસ ફિલ્મોની રેસમાં છે. રોહિતની સિંઘમ, ચેન્નાઇ એક્સપ્રેસ, બોલ બચ્ચન જેવી ફિલ્મોએ પણ ૧૦૦ કરોડથી વધારેની કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY