વડોદરા,તા.૫
સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા મહાનગર સેવા સદન શહેરીજનોને નિયમ પ્રમાણે પીવા માટે વ્યક્તિ દીઠ દૈનિક ૨૦થી ૩૦ લિટર અને વપરાશ માટે ૧૫૦ લિટર પાણી આપવામાં નિષ્ફળ પુરવાર થયું છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભર શિયાળે ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કોર્પોરેશન ૫૫ મિનિટ પાણી આપવાને બદલે માંડ ૧૫થી ૨૦ મિનિટ પાણી પૂરું પાડે છે.
કોર્પોરેશન દ્વારા ગેરકાયદે પાણીના જાડાણો કાપવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ૪૫૦ જેટલા જાડાણો કાપીને સંતોષ માન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો પાણીનો પ્રશ્ન હલ કરવા ગેરકાયદે જાડાણો પણ જાડી રહ્યા છે. જ્યારે અમુક વિસ્તારમાં લોકો ટેન્કરો દ્વારા પાણી મંગાવી રહ્યા છે.
વડોદરા મહાનગર સેવા સદનના પાણી પુરવઠા વિભાગના અધિકારી અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રતિદિન ૫૦૦ મિલિયન લિટર પાણીની માંગ છે. કોર્પોરેશન દ્વારા ખાનપુર, મહિસાગર અને આજવા સરોવર દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદની ઘટ હોવાથી આજવા સરોવરમાં પાણીનું લેવલ ઓછું છે. શહેરના ૧૫થી ૨૦ ટકા વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી મળતું ન હોવાની ફરિયાદો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





