સુરતના આકાશમાંથી અગન વર્ષા : બપોરે તાપમાન ૪૦ ડિગ્રી

0
14

સુરત, તા.૨૭
હવામાન વિભાગની આગાહી મુજબ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ઉત્તર મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૩ થી ૪૪.૪ ડિગ્રીની વચ્ચે નોધાયો છે. સુરત શહેરમાં પણ ગતરોજ ૪૨.૨ ડિગ્રી નોધાઈ હતી. આજે બપોરે સાડા બાર વાગે તાપમાન ૪૦ ડિગ્રી વટાવી ગયું છે. સાંજ સુધીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડવાની આગાહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરમાં આ સિઝનનું સૌથી ઉંચુ ૪૨.૧ ડિગ્રી તાપમાન નોîધાયું હતું. આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૨૮.૨ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૦૮ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્ના છે.
આજે બપોરે સાડા બાર વાગે ગરમીનો પારો ૪૦ ડિગ્રી વટાવી ગયો હતો. સાંજ સુધી શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ રેકોર્ડ બ્રેક ગરમી નોîધાય તેવી શક્યતા છે. નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોîધાયું છે. વલસાડમાં પણ ગરમીનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોîચી ગયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા હવામાન વિભાગની હિટવેવની આગાહીને ધ્યાનમાં આજે ઓરેન્ટ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલિકા દ્વારા જાહેર સ્થળો ઉપર પીવાના પાણી, ઓઆરએસ, આઈસ કયુબની વ્યવસ્થા કરી છે. શહેરીજનો ને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ છાંયડામાં રહીને સામાન્ય કરતા વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવીછે. કાલે પણ શહેરમાં ગરમીનો પારો યથાવત રહેશે. આજે અસહૃય ગરમીથી શેહરીજનોનું સામાન્ય જનજીવન ખોરવાયું છે. બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા મુખ્ય માર્ગો પર આજે સ્વયંભૂ કફર્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીથી બચવા શહેરીજનો ઠંડા પીના, આઈસ્ક્રીમ, શેરડીનો રસ પીતા નજરે પડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY