પલાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરવા જાહેર અપીલ
અંકલેશ્વર, તા.૫
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શાળા ખાતે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં નાંખવા અંગે સમજ અપાઈ હતી. આ ઉપરાંત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ કરવામાં આવી હતી. આના બદલે કાપડ અથવા શણની થેલીઓ ઉપયોગમાં લેવા અનુરોધ કરી કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. સ્કૂલના ટ્રસ્ટી અને મુખ્ય સંચાલક નાઝુ ફડવાલાએ પણ સ્વચ્છતા અંગે જાગૃત બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, સ્ટાફના એજાઝ મલિક, સલીમ સૈયદ ઉપરાંત શાલાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



