ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇની દબંગગીરી.

0
1074

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહીબીશન ની રેડ કરવા ગયેલ મહિલા પીએસઆઇ જાદવજી જેમણે યુનિફોર્મ પહેરવાની પણ દરકાર કરી નહોતી અને રેડ કરવા પોલીસની જીપ લઈ બુટલેગરને ત્યાં પહોંચી ગયેલ,જ્યાં મહિલા બુટલેગર પાસે જેના તાબામાંથી ચર્ચા મુજબ ત્રણ-ચાર બિયર મળી આવેલ જે કબજે લેતા ઉશ્કેરાયેલ મહિલા બુટલેગરે અનહદ ગાળો બોલી,પીએસઆઇ પર મારક હથિયાર લઇ હુમલાનો પ્રયાસ કરેલ તેમજ પોતેપણ કેરોસીન છાંટી સળગી જવાની બુમરાણ મચાવી હતી  આમ મામલો બીચકીજતા મહિલા પીએસઆઇએ દબંગગીરી બતાવતા  બુટલેગરને ટીંગાટોળી કરી પરાણે પોલીસ વાહનમાં બેસાડવા જતાં બીમાર બુટલેગરે બૂમાબૂમ કરી મુકેલ પરંતુ તેની દરકાર કર્યા વગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાદવ માનવતા નેવે મૂકી બુટલેગરના કપડાની દરકાર કર્યા વગર ટીંગાટોળી કરતાં બીમાર મહિલા બુટલેગરના કપડા અવ્યવસ્થિત થઈ જતા એક સમયે હાજર લોકોમાં સોપો પડી ગયો હતો મહિલા બુટલેગરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અત્રે એ ઉલ્લેખનીય છેકે બુટલેગર ભલે હોય પણ તેના કપડાંનું એક મહિલા ઓફિસર તરીકે તેણીએ ધ્યાન રાખવું જરૂરી હતું પરંતુ દબંગગીરી દાખવવામાં સુરાતને ચડતા સત્તા ના કેફ માં તેણીએ ભાનભૂલી મહિલા બુટલેગરના કપડા સરખા કરવા નું દુર્લક્ષ સેવ્યું હતું આવનારા સમયમાં જિલ્લા પોલીસ અધિક્ષક આ વિશે શું પગલા લેશે તે તો સમય જ બતાવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY