રાજપીપલા પાલિકા પ્રમુખ કડક બનતા શહેર માં રખડતા ઢોરો ની લટાર બંધ, ઢોરોના જોખમ થી સૌને રાહત

0
130

રાજપીપળા,
૨૧/૦૩/૨૦૧૮

મંગળવારે પાલિકા પ્રમુખ ની કડક સૂચનાથી ટીમે એક સાથે 20 જેવા ઢોરો ને ડબ્બે પુરી 500 રૂપિયા દંડ ની જાહેરાત કરતાજ રખડતા ઢોર ખીલે બંધાયા,20 માંથી ફક્ત 2 ઢોર ને માલિકોએ દંડ ભરી છોડાવ્યા

રાજપીપલા ના સ્ટેશન રોડ ,દરબાર રોડ સહીત ના માર્ગો પર રખડતા જાનવરો નો ત્રાસ બંધ થતા લોકોને રાહત ,માર્ગો પર બુધવારે એક પણ ઢોર જોવા ન મળ્યું

રાજપીપલા: મંગળવારે રાજપીપલા નગરપાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ ની કડક સૂચના બાદ પાલિકા ની ટીમો શહેર ના માર્ગો પર અડિંગો જમાવી બેઠેલા ઢોરો ને પકડી પાંજરે પૂરવાની કામગીરી શરુ કરતાજ એકજ દિવસમાં 20 ઢોરો જબ્બે કરી ઢોર દીઠ 500 રૂપિયા ના દંડ ની જાહેરાત કરતાજ ઢોર માલિકો પોતપોતાના છુટ્ટા મુકેલા ઢોરો ને પકડી તબેલા માં ખીલે બાંધવા માંડ્યા અને જે પાંજરે પુરાય હતા તે પૈકી ફક્ત 2 ઢોર ને માલિકો 500 લેખે દંડ ભરી છોડવી ગયા અને બાકીના 18 જેવા હજુ પાલિકા ના પાંજરે કેદ છે ત્યારે ઢોરોને બિન્દાસ્ત છુટા મૂકી લોકો ના જીવ સાથે ખીલવાર કરતા માલિકોને હવે ઢોર દીઠ 500 ભરવા પણ અઘરા લાગતા હોય એમ હજુ 18 જેટલા પાંજરે પુરાયેલા છે ત્યારે હજુ પાલિકા ની ટીમો શહેર માં ઢોર ની વોચ રાખી રહી છે ,જોકે શહેર ના રસ્તા પર આજે બુધવારે ફક્ત વાહનો અને લોકો જ જોવા મળ્યા એક પણ છૂટું ઢોર જોવા મળ્યું નથી .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY