નાંદોદ પુરવઠા દુકાનદારોને ખાંડ ન ફળવાતાં આખો મહિનો ગ્રાહકો ટલ્લે ચડ્યા !!

0
146

ઉપર થી જથ્થો ન આવતા આખો મહિનો દુકાનદારોને ખાંડ ન મળતા ગ્રાહકો ખાંડ વગર રહ્યા,છેક 30 તારીખે ખાંડ નો જથ્થો આવ્યો ?

રાજપીપલા: નાંદોદ તાલુકા માં પુરવઠા ની 63 દુકાનો આવેલી છે ત્યારે તમામ દુકાને ઘઉં ચોખા જેવા અનાજ નો જથ્થો મહિના ની શરૂઆત માં વહેચણી થયો અને ગ્રાહકો લઈ પણ ગયા પરંતુ બજાર માં મોંઘી  મળતી ખાંડ આખો મહિનો પૂરો થવા આવ્યો છતાં દુકાનદારોનેજ ખાંડ નો જથ્થો 29 તારીખ સુધી ન મળતા ગ્રાહકો ખાંડ વગર અટવાયા હતા જોકે મહિનાની અંતિમ તારીખો માં 30 તારીખે ખાંડ આવતા દુકાનદારો ને જથ્થો ફળવાયો પરંતુ આખો મહિનો ખાંડ વગર કેમ ચાલે …? જેથી કાર્ડ ધારકો બજાર માંથી મોંઘી ખાંડ લાવવા મજબુર થયા બાદ અંતિમ તારીખે ખાંડ આવે એનો શું મતલબ અને છેલ્લી તારીખો માં અમુક દુકાનદાર આ ખાંડ ગ્રાહકો સુધી પોંહચાડશે…? કે કાળાબજાર માં વેચાય જશે …? એ મોટો સવાલ છે .એક તરફ સરકાર ધીરે ધીરે કેરોસીન ઓછું કરી રહી છે ત્યાં હવે ખાંડ ની રામાયણ હોય ત્યારે કાર્ડ પર નભતા મધ્યમ,ગરીબ પરિવારો ની હાલત કફોડી થઈ રહી છે .

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ .મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY