મહીસાગર,તા.૮
કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર ગામે રસ્તાની બાજુમાં નાળામાંથી એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે ગામનાં લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી.
મહીસાગર જિલ્લાના કડાણાના સરસ્વા ઉત્તર ગામે અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા ઘટના સ્થળ પર ગ્રામજનો જાવા ઉમટ્યા હતા અને કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર કોણ છે તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે વધુ તપાસ માટે ગ્રામજનો સાથે પુછપરછ તેમજ મૃતકની ઓળખ અને તેના મૃત્યુનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતદેહને લઈને લોકોમાં જાત જાતની ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. હાલ પોલીસે મૃતકને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





