અનુ મલિકને વધુ એક ફટકો : ઈન્ડિયન આઈડલમાંથી થઈ હકાલપટ્ટી

0
14

મુંબઈ,તા.૨૧
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મી ટૂ કેમ્પેઇન હેઠળ ઘણી હસ્તિઓના નામ સામે આવ્યાં હતા. આ મૂવમેન્ટ હેઠળ ઘણી અભિનેત્રીઓએ પોતાના અનુભવ શેર કર્યાં છે. સૌકોઇ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ખુલીને સામે આવી રહ્યાં છે.
તેવામાં જાણીતી ગાયિકા શ્વેતા પંડિતે અનુ મલિક ગંભીર આરોપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અનુ મલિક પર આ પહેલા ગાયિકા સોના મહાપાત્રા પણ આરોપ લગાવી ચૂકી છે. પોતાની સાથે ઘટેલી ઘટનાને જગજાહેર કરતાં આ બંને ગાયિકાઓએ અનુ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે પછી ઘણાં લોકોએ અનુ પર આરોપ લગાવ્યાં. તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે આ ગંભીર આરોપોના કારણે અનુ મલિકની શા ઈન્ડિયન આઇડલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. અનુને કહેવામાં આવ્યું છે કે હવે તે આ શાને જજ ન કરે.
રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી અનુ પર આરોપ મુકવામાં આવ્યં છે ત્યારથી ચેનલ આ મામલે ગંભીર હતી અને હવે ચેનલે અનુને જજ તરીકે હટાવવાનો નિર્ણય લીધો છે.
શ્વેતા પંડિતે સોના મહાપાત્રાને અનુ મલિક વિરુદ્ધ બોલવા માટે થેન્ક્‌સ પણ કહ્યું. તેને કહ્યું કે તે જ્યારે ફક્ત ૧૫ વર્ષની હતી. તે સમયે અનુ મલિકે રેકો‹ડગ સ્ટુડિયોમાં તેનું શોષણ કર્યું હતું. શ્વેતા પંડિતે અનુ મલિક વિરુદ્ધ તેના ટિવટર એકાઉન્ટ પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY