પાંજરાનો પોપટ પાંજરામાં જ રહેશેઃ કપિલ સિબ્બલ

0
24

ન્યુ દિલ્હી,તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને જસ્ટિસ એકે સીકરીની સભ્યતાવાળી પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટર પદથી હટાવવાને લઈ વિપક્ષી દળ સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ આ મામલે ટોણો માર્યો છે. કપિલ સિબ્બલે સીબીઆઈને ‘પિંજરાનો પોપટ’ ગણાવી. કપિલ સિબ્બલે કહ્યું કે પાંજરાનો પોપટ પાંજરામાં જ રહેશે.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્‌વીટ કર્યું કે ‘આલોક વર્માને હટાવીને કમિટીએ એ સુનિશ્ચિત કર્યું છે કે પાંજરાનો પોપટ ક્્યાંય ઉડી ન શકે, તેમને એ વાતનો ડર હતો કે પાંજરાનો પોપટ સરકાની ક્્યાંક પોલ ન ખોલી દે, માટે પિંજરાનો પોપટ પિંજરામાં જ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY