ભરૂચ શહેર એ ડીવીજન પોલીસે સ્કોડા ગાડીમાંથી 5.58 લાખથી વધુનો પ્રોહી.નો મુદ્દામાલ પકડી પાડ્યો

0
276

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ડી.પી.વાઘેલાના માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સપેકટર એન.કે.ગોસ્વામીનાઓની સુચનાં મુજબ જીલ્લામાં પ્રોહી/ તથા જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દર્મ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્કોડા નં. જીજે-05.AP,4369 માં મહમદગુબેર ઉર્ફે હાજી અબ્દુલ રસીદ મલેક રહેવાસી- મદીના હોટલ નીચે મલેકવાડ ભરૂચ તથા મુબસ્સર ઉર્ફ મુબોનાનો ભારતીય બનાવતની અલગ અલગ બ્રાન્ડ ભરી આવનાર હોય જે બાતમી આધારે રેલવે સટેશન ખાતે psi એન.કે.ગોસ્વામી નાઓ સાથે વોચમાં હતાં દરમ્યાન ઉપરોકત બાતમીવાળી ગાડી આવતાં તેને રોકવાનો પ્રયત્ન ગાડી સ્પીડ વધારે હોય રોકાયેલ નંહી જેથી સદર ગાડીનો પીછો કરતાં સદર ગાડી સુપર માર્કેટ ખાડી પાસેની ગલીમં નેશનલ રેફીજરેશન પાસે સ્કોડા ગાડી ઉપરોક્ત ઈશમો મુકી ભાગી ગયેલ જેથી મળી આવેલ સ્કોડા ગાડીમાં નિચેની વિગતે ગે.કા.નો વગર પાસ પરમીટનો પરપ્રાંતીય અને પ્રતીબંધીત આલ્કોહોલીક ઈગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ના બોક્ષ નંગ-૦૭ જેમા ૭૫૦ મી.લી ની કાચની બોટલ નંગ-૮૪ કિ.રૂ ૪૨,૦૦૦/- તથા 8 0 પાઉચ બોક્ષ નંગ-૦૨ જેમાં ૧૮૦ મીલી ની પાઉચ નંગ-૯૬ કિ.રૂ ૯૬૦૦/- તથા પુક્ષનાં બોક્ષ નંગ- ૦૩ જેમાં ૫૦૦ મીલીની બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ ૭૨૦૦/- તથા સફેદ કલરની સ્કોડા નં. જીજે-05.20-4369 ની કિ.રૂ ૫૦૦૦૦૦/- ગણી કુલ કિંરૂ.૫,૫૮,૮૦૦ /- ના પ્રોહી મુદ્દામાલનો જથ્થો મહમદઝુબેર ઉર્ફે હાજી અબ્દુલ રસીદ મલેક રહેવાસી- મદીના હોટલ નીચે મલેકવાડ ભરૂચ તથા મુદ્દસ્સર ઉર્ફે મુબો મુકી નાશી છુટેલ હોય તેઓ બંન્નેનાં વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ- ૬૫(એ)(ઈ),૯૮(૨),૮૧ મુજબની કાયદેસર ફરીયાદ દાખલ થયેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY