ન્યુ દિલ્હી,તા.૧૭
છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઈના કાને લઇને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમાં બીસીસીઆઈના સીઇઓ રાહુલ જાહરીના યૌન શોષણથી લઇને હાલમાં હાર્દિક-રાહુલને લઇને બીસીસીઆઈની ભૂમિકા પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. આ મામલે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનએ પ્રશાસક સમિતિની ભૂમિકાને લઇને એકદમ કડક પ્રતિક્રિયા આપી હતી.
જ્યારે દેશભરમાં ક્રિકેટ પ્રશાસનની ભૂમિકાને લઇને તમારું શું માનવું છે ? જેના જવાબમાં એન શ્રીનિવાસને જણાવ્યું હતું કે બીસીસીઆઈમાં હાલ પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે. બીસીસીઆઈમાં એવું કોઇ જ નથી કે જે બોર્ડના હિતમાં નિર્ણય લઇ શકે. પોતાના વ્યકિતગત સ્વાર્થને લઇને લોકો ક્રિકેટના નિયમો બદલી રહ્યા છે. બીસીસીઆઈએ ભૂતકાળમાં જે મજબુત નીતિઓ બનાવી હતી તેને હાલ તોડવામાં આવી રહી છે.
તેમજ બીસીસીઆઈને સવાલ પૂછતા શ્રીનિવાસને કહ્યું હતું કે મારો સવાલ છે કે જૂનું શાસનમાં શું ખરાબી હતી. હાલ બીસીસીઆઈ જે સ્તર પર છે, ત્યાં લઇ જવા માટે જૂના પ્રશાસનને ખૂબજ મહેનત કરી હતી. તમે જાતે જ જાઇલો કે હાલ ક્રિકેટ કેવી રીતે લોકોની જીવિકાનું સાધન બની ગયું છે.
અમે આ રમતને આગળ લઇ જવા માટે ખૂબજ મહેનત કરી હતી. અમે ક્્યારેય પણ પોતાની પ્રશંસા કરી નહોતી. હું જ્યારે બીસીસીઆઈમાં સેવા આપી રહ્યો હતો ત્યારે ભાગ્યે જ કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને અમારું મોટા ભાગનું ધ્યાન માત્ર કામ કરવા તરફ હતું. હાલ જે લોકો બીસીસીઆઈમાં કામ કરી રહ્યા છે તે એવા લોકો છે કે જેઓ પોતાના વ્યકિતગત ફાયદા માટે જ કામ કરી રહ્યા છે. જે રમત માટે નુકસાનકારક છે અને આજ સૌથી મોટી ગડબડ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



