નવી દિલ્હી,તા. ૪
મહાકાય વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આઇડીબીઆઇ બેંકમાં હિસ્સેદારી ખરીદવા માટે કોઇ સંસદની મંજુરીની જરૂર રહેશે નહીં. કારણ કે એલઆઇસી એક્ટમાં કોઇ ફેરફાર કરવાની જરૂર દેખાઇ રહી નથી. જાણકાર સુત્રોએ કહ્યુ છે કે એલઆઇસી એક્ટ મુજબ ફાયનાન્સિયલ ડીલ થઇ છે જેથી સુધારાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. જા સુચિત ડીલને તમામ રેગ્યુલેટરી મંજુરી મળે છે તો તેને કેબિનેટ મંજુરીની જરૂર રહેશે. અલબત્ત એલઆઇસી દ્વારા સુચિત ખરીદી સરકારમાં કોઇ નાણાં લાવશે નહી પરંતુ બેંકને ૧૦૦૦૦ કરોડ અને ૧૩૦૦૦ કરોડ વચ્ચેની રકમ મળી જશે. આ બાબત બેંકના શેર કિંમત પર આધારિત રહેશે. બેંક ફ્રેશ શેર ઇસ્યુ કરવાની યોજના ધરાવે છે. જેથી એલઆઇસીની હિસ્સેદારી ૫૧ ટકા સુધી થઇ શકશે. સાથે સાથે સરકારની હિસ્સેદારી વર્તમાન ૮૦.૯૬ ટકાથી ઘટીને નીચી સપાટી પર આવશે. ગયા સપ્તાહમાં ઇરડાએ સરકારી બેંક આઇડીબીઆઇ બેંકમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવા માટેની મંજુરી આપી હતી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એલઆઇસીને તેના વર્તમાન હિસ્સાને ૧૦.૮૨ ટકાથી વધારીને ૫૧ ટકા કરવાને મંજુરી આપી હતી.
આ બેંકને તેના હાઉસિંગ ફાયનાન્સના એક હિસ્સા તરીકે તે બનાવી દેશે તેવી શક્યતા રહેલી છે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ કારોબાર સાથે જાડશે. વર્ષ ૨૦૧૬-૧૭ના બજેટમાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આઇડીબીઆઇ બેંકના ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. એલઆઇસી બેંકિંગ ક્ષેત્રમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



