સેન્સેક્સ ૧૨ પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી ૧૦,૯૦૦ની પાર

0
13

મુંબઇ,તા.૧૮
દિવસ દરમિયાન લાલ નિશાન પર કારોબાર કરનાર અંતિમ સમયમાં થયેલી લેવાલીના કારણે ભારતીય શેર બજાર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે લીલા નિશાન પર આવવા સફળ રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સેચેન્જના બીએસઈમાં ૧૨.૫૩ પોઈન્ટ સાથે ૩૬૩૮૬ અંકો પર કામયાબ રહ્યો છે.
સેન્સેક્સમાં દિવસ દરમિયાન ૩૬૨૨૪નું નિમ્ન સ્તર પર રહ્યું હતુ. બીએસઈમાં એનર્જી, આઈટી અને ઓયલ એન્ડ ગેસને બાદ કરતા તમામ સેક્ટોરિટલ ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ રહ્યા છે. બીએસઈના મિડકેપમાં ૧૧૮ પોઈન્ટનો કડાકો સાથે ૧૫૦૨૩ના સ્તર પર બંધ થયો છે. સ્મોલકેપ ૧૦૬ પોઈન્ટના કડાકા સાથે ૧૪,૫૦૪ના સ્તરે બંધ થયો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પાવર સેક્ટરમાં લેવાલીના કારણે ૧૦૯૦૦ની સ્તર પર રહ્યો. ૫૦ શેરોવાળા સંવેદી સુચકાંકમાં દિવસભર કારોબારમાં ૨ અંકોના ઉછાળા સાથે ૧૦,૯૦૭ પોઈન્ટ પર બંધ થયો. નિફ્ટીમાં ૧૬ શેરો લાલ નિશાન પર ૩૪ શેરો લીલા નિશાન પર બંધ થયા. આઈટીને છોડીને તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં કડાકો બોલ્યો હતો. મિડકેપ ૫૦માં ૪૬ ટકાનો કડાકો જાવા મળ્યો હતો જે ૪૮૫૩ પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલકેપ ૫૦માં ૧.૧૬ ટકાના કડાકા સાથે ૩૧૧૭ પોઈન્ટ પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY