ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકારે સરહદ માળખાકીય કામગીરી અને સંચાલન (બીઆઈએમ)ની વિશિષ્ટ યોજના અંતર્ગત અમલમાં મુકાનારા ૬૦ પ્રકલ્પ માટે ૮૬૦૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સીમાવર્તી વિસ્તારોમાં વસતા લોકોની વિકાસ માટેની ખાસ આવશ્યકતાઓ સંતોષવા આમ કરાયું છે, એમ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ ૨૬મી સપ્ટેમ્બરે જણાવ્યું હતું. પાકિસ્તાન, ચીન, નેપાળ, ભુતાન, મ્યાનમાર તેમ જ બંગલાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ૧૭ રાજ્યમાં આ પ્રોજેક્ટને અમલમાં મુકાશે.
સરહદ માળખાકીય કામગીરી અને સંચાલન નામક યોજનામાં ૬૦ પ્રકલ્પનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પ માટે ૮,૬૦૬ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. સરહદના ૧૧૧ જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય સીમાની ૫૦ કિલોમીટરની અંદર રહેતા લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
ઉક્ત યોજનાઓમાં માર્ગ બાંધકામ, નિશાળો બનાવવી, ગ્રામીણ યાત્રા અને સહેલગાહને ઉત્તેજન આપવું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સવલત, સરહદ સહેલગાહ, ખેલકૂદ કામગીરીને ઉત્તેજન આપવું, સ્વચ્છતા મિશન, વારસાગત ભવ્ય સ્મારકોનું જતન, પીવાના જળનો પુરવઠો, સમુદાય કેન્દ્રો, જાડાણ, ગટર વ્યવસ્થા વગેરેને લીધે સીમાવર્તી વિસ્તારોમાં સારી રીતે જીવન નિભાવવું અને ટકાવવું સરળ બનશે, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.
અંતરિયાળ અને દુર્ગમ પહાડી વિસ્તારોમાં માર્ગ જાડાણ ન હોય ત્યાં હેલીપેડનું બાંધકામ કરવું, ખેતીવાડી અને ઓર્ગેનિક કૃષિ કામગીરીમાં આધુનિક તથા વૈજ્ઞાનિક ટેકિનકનો વપરાશ કરવા માટે ધરતીના તાતને ખાસ કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવું વગેરે ક્ષેત્રોમાં પ્રોજેક્ટ અમલમાં મુકાશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૩૩૨૩ કિલોમીટરની સરહદ છે. ભારત ચીનની સાથે ૩૪૮૮ કિ.મી., નેપાળ સાથે ૧,૭૫૧ કિમી, ભુતાન સાથે ૬૯૯ કિમી, મ્યાનમાર સાથે ૧,૬૪૩ કિમી તેમ જ બંગલાદેશ સાથે ૪૦૯૬ કિમીની સરહદ ધરાવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



