સુરત, તા. ૧૯
આધેડ વયના મોટર સાઈકલ સવારના ગળામાંથી રૂપિયા ૫૫ હજારની કિંમતની સોનાની ચેઈનની લૂંટ થઈ હતી. ત્રણ અજાણ્યા મોટર સાઈકલ સવાર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ સંદર્ભે વિજયકુમાર જયકિશનદાસ ટાલિયા (ઉ.વ. ૬૦)એ ફરિયાદ આપી હતી. આ બનાવ પાંડેસરા પ્રમુખ પાર્ક તરફ જતા રોડ ઉપર બન્યો હતો.
પાંડેસરા પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર વી.એમ. ગોહિલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



