પોલીટેકનિક ડિપ્લોમાં કોલેજમાં તા. ૨૫મીએ અવેરનેસ શિબિર

0
14

એડમીશનની પ્રક્રિયા અંગે જાણકારી અપાશે
વલસાડ, તા.૨૨
વર્ષ ૨૦૧૯-૨૦ માટે ડિપ્લોમા એન્જીનીયરિંગની પ્રવેશ પ્રક્રિયા અોનલાઇન કરવાની થાય છે. વિદ્યાર્થીઅો સમગ્ર પ્રક્રિયાથી સંપૂર્ણપણે વાકેફ બને એવા હેતુથી એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્ષ, અમદાવાદ દ્વારા વલસાડ જિલ્લાની સરકારી પોલિટેકનિક કોલેજને નોડલ ઇન્સ્ટીટયુટ જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી પોલિટેકનિક કોલેજ, કોસંબા રોડ, વલસાડ ખાતે તા.૨૫-૦૫-૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ડિપ્લોમા એન્જીનીયરીંગના પ્રવેશ માટે અવેરનેસ કેમ્પ યોજાશે. આ કેમ્પનો સંબંધિત વિદ્યાર્થી અને વાલી મિત્રોને લાભ લેવા સરકારી પોલીટેકનીક કૉલેજના આચાર્ય દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY