એકાએક ઠંડી ગાયબ : નવસારીમાં ૯ અને સુરતમાં ૫ ડિગ્રી તાપમાન વધ્યુ

0
9

સડસડાટ તાપમાન વધી જતા ગરમ વસ્ત્ર ગાયબ
સુરત, તા. ૧૯
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગત ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં અચાનક અસાધારણ વધારો નોંધાયો છે. ગત રોજની સરખામણીએ આજે ઠંડીના બદલે ગરમીનો અનુભવ થઈ રહ્ના છે. આગામી બે દિવસ બાદ ફરી ઠંડીનો અનુભવ ગથાય તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૨ ડિગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે ન્યુનત્તમ તાપમાનમાં ૫ ડિગ્રીનો વધારો નોંધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૭ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે ન્યુનત્તમ તાપમાનમાં સડસડાટ ૯ ડિગ્રીનો વધારો નોંધાયો છે. તાપમાનમાં વધારો થતા નવસારીમાં લોકોને ઠંડા વસ્ત્રોથી હંગામી છુટકારો મળ્યો છે. દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્ના છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડમાં ન્યુનત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું છે. આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં તાપમાન વધશે અને ત્યારબાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY