આંગડીયા પેઢીની ૨૫ લાખ ભરેલી બેગ ચોરી થવાના કેસમાં ફરિયાદીની પૂછપરછ

0
9

પોલીસે આસપાસના સીસી ટીવી કેમેરાના ફૂટેજ મળ્યાં
સુરત, તા. ૧૯
આંગડીયા પેઢીના કલેકશનના નાણા ભરેલી રૂ. ૨૫,૬૪,૪૫૦ની બેગ ચોરાયાની ફરિયાદ મહિધરપુરા પોલીસ મથકે નોંધાઈ હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હરિપુરા અંબિકા આંગડિયા પેઢીમાં નોકરી કરતો કાલુરામ ઉર્ફે કૈલાશ મનારામ ઘાંચી (ઉ.વ. ૨૪) પોતાની એક્ટિવા ગાડી ઉપર પેઢીના અલગ-અલગ વિસ્તારમાંથી કલેકશનના રોકડા રૂપિયા ૨૫,૬૪,૪૫૦ લઈને આંગડિયા અોફિસ તરફ જતો હતો ત્યારે હીરપુરા ખાતે આવેલ શ્રી સિધ્ધેશ્વર પાનવાલા એન્ડ નાસ્તા સેન્ટર પરસે ગાડી પાર્ક કરી વેફર લેવા ગયો હતો અને આ એક મિનિટના સમયમાં કોઈ અજાણ્યો વ્યકિત રોકડા રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયા હતા. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી પો.ઈ. પી.એ. આર્યએ ફરિયાદીની સદ્યન પૂછપરછ હાથ ધરી ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY