દુબઈ,તા.૧૪
ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ હાલમાં આઇસીસી વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં મોખરે છે. શનિવારથી શરૂ થઈ રહેલી એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સારો દેખાવ આ ગુજરાતી બોલરને મોખરાના ક્રમે યથાવત રાખી શકે તેમ છે. બુમરાહે જણાવ્યું હતું કે યુનાઇટેડ આરબ અમિરાતમાં શરૂ થઈ રહેલો એશિયા કપ મેજર ઇવેન્ટ છે અને હું તેમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા માટે આતુર છું.
આઇસીસીમાં મોખરાના ક્રમે રહેવું તે મારા માટે ગૌરવની બાબત છે તેમ કહીને આ ગુજરાતી બોલરે ઉમેર્યું હતું કે આ ટુર્નામેન્ટમાં અમે કેટલાક ટોચના ખેલાડીઓ સામે રમવાના છીએ અને મને ખબર છે કે પરિસ્થિતિ પડકારજનક રહેશે પરંતુ હું સારા દેખાવ માટે આશાવાદી છું.એશિયાની આ સર્વોચ્ચ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. તેની મેચો દુબઈ અને અબુધાબી ખાતે રમાશે.
ટુર્નામેન્ટમાં એશિયાના મોટાભાગના સુપર સ્ટાર ખેલાડીઓ રમવાના છે. જેમાં બુમરાહનો પણ સમાવેશ થાય છે. બુમરાહ સહિતના ખેલાડીઓ આઇસીસી ક્રમાંકમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા આતુર છે કેમ કે ૨૦૧૯માં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ યોજાય તે અગાઉ તેમના માટે વન-ડે ક્રમાંકમાં સુધારો કરવાની આ ઉત્તમ તક રહેલી છે.એશિયા કપના માધ્યમથી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વર્લ્ડ કપ માટેની પણ તૈયારી કરી લેશે.
જસપ્રિત બુમરાહ અત્યારે આઇસીસી ક્રમાંકમાં અફઘાનિસ્તાનના લેગ સીપનર રશીદ ખાન કરતાં ૨૦ પોઇન્ટની સરસાઈ ધરાવે છે. રશીદ પણ એશિયા કપમાં રમવાનો છે. આમ રશીદ આ અંતર ઘટાડવાનો અને બુમરાહ વધારવાનો પ્રયાસ કરશે તે સંજાગોમાં ટુર્નામેન્ટ રોમાંચક બની રહેશે.ભારતના બે સીપનર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્રસિંહ ચહલ પણ ટોપ-ટેનમાં પોતાના સ્થાન જાળવી રાકવા માટે પ્રયત્ન કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




