પ.બંગાળમાં મમતાની આગેવાનીમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન,યોજાઇ મહારેલી
ભાજપને પં.બંગાળમાં એક સીટ નહિ મળે,મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી
કોલકાત્તા,તા.૧૯
ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી કરવામાં આવી છે. તેમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત ૧૩ પાર્ટીઓના નેતા મંચ પર છે. અહીં વિપક્ષના દરેક નેતાએ બીજેપી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે મમતા બેનરજીએ કહ્યું હતું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે.
વિપક્ષની મહારેલીમાં મમતા બેનરજીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે. હવે તેમને જણાવવાનું છે કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. યૂનાઈટેડ ઈન્ડિયા રેલીમાં ૨૩થી ૨૬ પાર્ટીના લોકો ભેગા થયા છે. મોદીજીને લાગે છે કે, બસ તેઓ જ ઈમાનદાર છે, બાકી બધા ખરાબ છે. મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. મોદીએ કોઈને ક્્યાંયના નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને નથી છોડ્યા તો અમે તેમને કેમ છોડીશું. મોદી સરકારે નવી નોકરીઓ આપવાની જગ્યાએ બેરોજગારી વધારી દીધી છે. બીજેપી રેલી કરીને બંગાળમાં રમખાણો ફેલાવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. બીજેપીને બંગાળમાં એક પણ સીટ નહીં મળે. મોદીએ સબીઆઈ અને ઈડી જેવી સંસ્થાઓને બદનામ કરી દીધી છે.
હવે ભાજપના સારા દિવસો ફરીથી ક્યારેય આવવાના નથી. ભલે તેઓ ગમે તેટલી સારી વાતો કેમ ના કરી લે પરંતુ હવે તેમના સારા દિવસો આવવાના નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





