મારે બોલિવૂડની મેરીલ સ્ટ્રીપ બનવું છેઃ નીના ગુપ્તા

0
11

મુંબઈ,તા.૧૯
સિનિયર અભિનેત્રી મેરીલ સ્ટ્રીપે કહ્યુ હતું કે મારે બોલિવૂડમાં મેરીલ સ્ટ્રીપ બનવું છે, અર્થાત્ હોલિવૂડની આ અભિનેત્રીની જેમ ઉંમરને અનુરૃપ અને છતાં બળકટ એવા રોલ કરવા છે.
તાજેતરમાં માત્ર ૨૫ કરોડના ખર્ચે બનીને ૧૫૦ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મ બધાઇ હોમાં ચમકી ગયેલી આ અભિનેત્રીએ હજુ માત્ર બે વર્ષ પહેલાં સોશ્યલ મિડિયા પર એવી જાહેર અપીલ કરી હતી કે મને કામ આપો. મારે સ્વમાનભેર જીવવું છે. એ પછી અનુભવ સિંહાએ નીનાને પોતાની મુલ્ક ફિલ્મ માટે સાઇન કરી હતી. ત્યારબાદ એણે બધાઇ હો સાઇન કરી અને આ ફિલ્મના રોલને એવી સરસ રીતે રજૂ કર્યો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના હાથે લખીને એક અભિનંદન પત્ર એને મોકલ્યો હતો.
નીનાને માત્ર બધાઇ હો ફિલ્મથી સંતોષ નથી. એણે કહ્યુ, ‘મને ઉંમરને અનુરૃપ વધુ સારા રોલ્સ મળે એવી મારી ઉત્કટ ઇચ્છા છે. એક માત્ર બધાઇ હો ફિલ્મથી હું હાથ જાડીને બેસી રહી શકું નહીં. બધાઇ હો ફિલ્મથી મારી બીજી ઇનિંગ શરૃ થઇ છે અને હવે મારે હોલિવૂડની સિનિયર અભિનેત્રી મેરીલ સ્ટ્રીપની જેમ ઉંમરને અનુરૃપ સોલિડ રોલ્સ કરવા છે.’
નીનાએ ધ લાસ્ટ કલર ફિલ્મ પણ કરી જેમાં એના રોલને સૌએ વખાણ્યો હતો. એટલે એ ફરી ઉત્સાહમાં આવી ગઇ છે. અગાઉ જેવી હતાશ રહી નથી. અગાઉ લાંબા સમય સુધી કામ નહીં હોવાથી એ થોડી હતાશ થઇ ગઇ હતી. એણે કહ્યુ કે મને એમ લાગે છે કે બોલિવૂડમાં નવો પવન ફૂંકાઇ રહ્યો છે અને મારા જેવી વયસ્ક અભિનેત્રીઓને પણ સારા રોલ મળતા થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY