વલસાડ,તા.૯
કપરાડાના નાનાપોંઢામાં બાઈક સ્લીપ થઈ જતા મહિલા ટ્રકની નીચે આવી ગઈ હતી. ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે કપરાડાના નાનાપોંઢામાં એક અકસ્માત થયો હતો. નાનાપોઢૈમાં બાઇક સ્લીપ થઇ જતાં બાજુમાંથી પસાર થતી ટ્રકનાં વચ્ચેનાં પૈડા પાસે મહિલા પડી હતી. જેના કારણે તે ટ્રકનાં પૈડા સાથે આખી ગોળ ફરી ગઇ હતી. ત્યાંજ તેનું મોત પણ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસનાં લોકો ભેગા થઇ ગયા હતાં અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ તેનું મોત અકસ્માત થતાંની સાથે જ નીપજ્યું હતું.
આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જોકે તે બધાને ધ્રુજાવી નાંખે તેવા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે ટ્રક જઇ રહી છે અને તેની બાજુમાંથી જતી બાઇક સ્લીપ થઇ જતા મહિલા ફંગોળાઇને ટ્રકનાં ટાયરમાં આવી ગઇ હતી. ટ્રકનાં ટાયરમાં મહિલા આખી ગોળ ફરી ગઇ હતી. જા કે તે પછી તરત જ મહિલા સાથેનાં માણસે ટ્રકને ઉભી રાખી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



