મા કસમ હવે દારૂ નહીં પીઉઃ રેલીમાં આપ સાંસદ ભગવંત માનનું નિવેદન

0
15

હવે જિંદગી ભર દારૂથી હું દૂર જ રઇશ
ચંડીગઢ,તા.૨૧
જાણીતા કોમેડિયન આમ આદમી પાર્ટીના પંજાબ એકમના પ્રમુખ તેમજ સંગરૂરથી લોકસભા સાંસદ ભગવંત માને દારૂ છોડી દેવાની જાહેરાત કરી છે, પંજાબના બરનાલામાં એક રેલી દરમિયાન માને દારૂ નહીં પીવા માટે માતાની કસમ ખાધી હતી અને તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
આ વાતની જાણકારી દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં આપ્યું છે. આ ઉપરાંત સિસોદિયાના ટ્વિટને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ રિ-ટ્વિટ કરીને સમર્થન આપ્યું છે.
આપ નેતા મનીષ સિસોદિયાએ પોતાની ટ્રિટમાં લખ્યું કે બરનારા રેલીમાં ભગવંત માનની જાહેરાત ૧ જાન્યુઆરીથી તેમણે સંકલ્પ લીધો છે કે હવે તેઓ દારૂને હાથ નહીં લગાવે. તેમણે મંચ પર પોતાના માની કસમ ખાઈને પંજાબની જનતાને વાયદો કર્યો છે કે પોતાનાં તન, મન, ધનથી તેઓ પંજાબની સેવા કરશે.
કેજરીવાલની હાજરીમાં તેમણે પોતાની માતાનો હાથ પકડીને તેમણે જાહેરાત કરી છે કે મારા રાજકીય વિરોધીઓ હંમેશાં મારી વિરુદ્ધ આક્ષેપ કરતા રહે છે અને કહે છે કે ભગવંત માન દારૂ પીવે છે તેમજ દિવસ-રાત નશામાં રહે છે. ભાઈઓ જ્યારે પણ હું સોશિયલ મીડિયામાં મારા જૂના વીડિયો જાઉં છું ત્યારે મને દુઃખ થાય છે. મને બદનામ કરવામાં આવે છે. મેં ૧ જાન્યુઆરીથી દારૂનો ત્યાગ કર્યો છે અને હવે જિંદગી ભર તેનાથી દૂર રહીશ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY